આઝાદીના વર્ષો બાદ વિકાસ માટે તરસતું રતનપુર ગામ, સ્થાનીક સમસ્યાઓનો નિકાલ ન આવતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન

Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી

ગંદકીનું સામ્રાજ્ય એટલે દાંતા તાલુકાનું રતનપુર ગામ

ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ જમ્મુ કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળીની સમસ્યાઓ દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે સાથે દેશનું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વમા અગ્રેસર રહ્યું છે ત્યારે આજ ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામ એવા રતનપુરમા રોડ ગટર લાઈન અને વિવિધ સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છ. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કોઈ જ પગલા ન લેતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે.

ગામમાં ગટર લાઈન અને પાકા રસ્તાતો છે, પણ માત્ર કાગળો પર જ…

છેલ્લા 2 વરસ થી પંચાયત ના માણસો જોવા આવે છે કે રસ્તા અને ગટર લાઈન કરવાની છે પણ કોઈ જાત ની કામગિરી ચાલુ નથી થતી. ગામમાં ઠેર ઠેર ઉકારડાઓ એ માજા મૂકી છે જ્યાં ગામ લોકો વસવાટ કરી રહયા છે ત્યાં તેમની ઘરની બાજુમા જ ઉકરડા અને ઢોર બાંધવામાં આવે છે. રતનપુર ગામમાં ગરીબ અને જરૂરત મંદ લોકોને પ્લોટ નથી આપવામાં આવતા અને જે લોકો ને પ્લોટ ની જરૂર નથી એવા લોકોને પંચાયત પ્લોટ આપે છે જે લોકો પ્લોટ લઈને ક્યારેય પોતાનો પ્લોટ જોવા પણ નથી આવતા કે મારા પ્લોટમાં શું ચાલી રહ્યું છે મોટા મોટા ઘાસચારા ઉગી ગયા છે અને જેરી જીવો પણ પ્લોટમાં અવરજવર કરી રહયા છે છતાં પણ પ્લોટ ના માલિકોને કોઈ ચિંતા કે કોઈ ફિકર નથી ગામમાં પ્લોટ મળે અમને વર્ષો વીતી ગયા પણ સરકારી પ્લોટ પર કોઈ જ જાત ની કામગીરી કરતા નથી.

દાંતા તાલુકાનું દાંતા ગામ પાસે આવેલું રતનપુર ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે આ ગામમાં વિવિધ પ્રકારના સરપંચ અને તલાટી કામગીરી કર્યા બાદ પણ આ ગામની સમસ્યા ઠેરની ઠેર રહી છે ગામના રસ્તાઓ ઉબડ ખાબડ થઇ ગયા છે ગામમાં ગંદકીએ માઝા મૂકી છે ગંદકીના કારણે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ અને કોરોના જેવા રોગો થી કોઈ બીમાર પડે તો તેની જવાબદારી કોની ? આ ગામમાં તલાટી પણ આંખ આડા કાન કરી રહ્યા છે આ ગામમાં રાજકીય નેતાઓ પણ પોતાના વોટ માટે ગ્રામજનો ઉપયોગ કરી પાંચ વર્ષ માટે જતા રહે છે આ ગામની સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે આવનારા દિવસોમાં આ બાબતે કાયમી નિકાલ નહી આવે તો ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *