કેશોદમાં સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ યોજાયો…

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદના જુનાગઢ રોડ ખાતે આવેલા લેઉવા પટેલ પાનદેવ સમાજ મુકામે જીલ્લા પંચાયત જુનાગઢ તાલુકા હેલ્થ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટર અને નગરપાલિકાના સૌજન્યથી યોજાયેલા સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ યોજાયો હતો. જેમાં આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પમાં બ્લડપ્રેશર હિમોગ્લોબીન તથા ડાયાબિટીસની તપાસણી સ્થળ પર જ કરવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ પણ યોજાયો હતો. તેમજ લોકોને આરોગ્યની કાળજી અને રોગચાળો ફેલાતો અટકાવવા લોકોને જાગૃતતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની કામગીરી કેશોદની તાલુકા હેલ્થ કચેરીની બાજુમાં તા. ૨૩.૮ થી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં આશરે ૪૨૦૦ લોકોએ લાભ લીધો છે. હાલમાં પણ જે લોકોએ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં બાકિ હોય તે લોકોએ આવકનો દાખલો આધાર કાર્ડ રેશનકાર્ડ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકે છે. તેમજ કેશોદની તાલુકા હેલ્થ કચેરીની બાજુમાં પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી ચાલુ હોય છે. જેનો લાભ લેવા લોકોને જણાવાયું છે.
કેશોદ ખાતે યોજાયેલા સફાઈ કામદારો આરોગ્ય તપાસણી મેડીકલ કેમ્પ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેના કેમ્પનો લોકોએ લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *