રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની વિવિધ માંગણીઓ સાથે ઘણાં સમયથી ચાલતા આંદોલન બાબતે મહેસુલી તથા ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી ધરણાં પર ઉતર્યા..
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો બાબતે ઘણાં સમયથી રજુઆતો આવેદન વિરોધ પ્રદર્શન સહીતના કાર્યક્રમો યોજેલી છતાં કોઈ માંગણીઓ કે પડતર પ્રશ્નોનોનો ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્યમાં તલાટી કમ મંત્રી મહા મંડળ દ્વારા રાજ્ય સરકાર સામે તબક્કાવાર આંદોલન ચાલુ હોય જેમાં તલાટી કમ મંત્રી રાજ્ય મહા મંડળના આદેશ મુજબ આજથી તમામ તલાટી કમ મંત્રીઓએ રેવન્યુ તથા ઓનલાઈનની તમામ કામગીરી બંધ રાખવાનો આદેશ કરતાં કેશોદ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી પાણી પત્રક તથા ઓનલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ રાખી કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા છે.
જેના સમર્થનમાં કેશોદ તાલુકાભરના વીસીઈ શહેર કોંગ્રેસ પ્રમુખ, સમીર પાંચાણી ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અશ્વિનભાઈ ખટારીયા ,જીલ્લા પંચાયત સદસ્ય ધરમ કમાણી ,પુર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા સહીતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા