રિપોર્ટર :વિજય અગ્રાવત જેતપુર
વરસાદી પાણી ભાદરના બેઠા પુલ ઉપરથી પસાર થતાં સીમેન્ટના પોપડા ઉખડી ગયા છે. તંત્ર દ્વારા વહેલી તકે પૂલની ચકાસણી કરી જરુરી મરામત હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
ઉપરવાસના વરસાદના કારણે સૌરાષ્ટ્રનો બીજા નંબર નો ભાદર 1 ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે .જેના કારણે દેરડી. મોરપણ. કાગવડ (ખોડલધામ) ને જોડતો બેઠો પુલ લોકોની સુરક્ષા માટે વાહન વ્યવહાર વારંવાર બંધ કરવો પડે છે . જ્યારે વરસાદી પાણી પુલની ઉપરથી પસાર થતુ હોય છે. તેવામાં ગત દિવસોના વરસાદના કારણે પુલ પર ગાબડા પડતા ત્યાથી પસાર થતાં મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી છે.
આગામી સમયમાં તંત્ર દ્વારા પુલ પર કોઈ દુરઘટના બને તે અગાઉ ચકાસણી કરે તેવી માંગ ઉઠી રહી છે.