રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
ઘેડ પંથકના ઘણા ગામડાના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ બન્યું છે.
ખાસ કરીને ઘેડનું ગામડું ફુલરામાં અને બાલાગામનો રસ્તો બંધ થઈ જતા ગામના લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે પણ બીજી જગ્યાએ જવું મુશ્કેલ બન્યુ છે.
આ સિવાય ફુલરામાં ગામમાં નીચાણવાળા મકાનોમાં પણ પાણી ભરાયું છે.
તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહયા છે.