રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
વિશ્વ હડકવા દિવસ દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.મહાન વૈજ્ઞાનિક લુઈસ પાશ્વર દ્વારા પ્રથમ હડકવા વિરૂધ્ધ રસી વિકસાવવામાં આવી હતી. તેમની પુણ્યતિથીની યાદમાં આજનો દિવસ વિશ્વ હડકવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે..
વિશ્વ હડકવા દિવસનો ઉદ્દેશ મનુષ્ય અને પ્રાણીઓ પર હડકવાની અસર વિશે જાગૃતિ લાવવાનો છે..
જોખમી સમુદાયોમાં રોગને કઈ રીતે અટકાવવો, રોગને નિયંત્રણમાં લાવીને તેના વિરુધ્ધ શું તકેદારી લેવી,તે અંગેની માહિતી આપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. હડકવાએ વિષાણુ દ્વારા થતો ખૂબ ગંભીર રોગ છે.આ રોગ વ્યક્તિના ચેતાતંત્ર અને માનસતંત્ર પર હુમલો કરે છે..
તેનો ચેપ મગજ સુધી પહોંચતા માણસ મૃત્યુ પામે છે.આ રોજ મોટેભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે.દા.ત. કુતરા, શિયાળ, ગાય, ભેંસ, વાંદરા, મનુષ્ય, બકરી, ઘેટું વગેરે..
હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જેમાના ૫૫% મૃત્યુ ફક્ત એશિયાના અને આફ્રીકામાં જ થાય છે..
GVK EMRI સંસ્થાએ ૦૬ ઓક્ટોમ્બર ૨૦૧૭ના રોજ ગુજરાત સરકાર સાથે PPP મોડ પર કરુણા એનીમલ એમ્બ્યુલન્સ 1962 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
હાલમાં સમગ્ર ગુજરાતમાં ૩૭ જેટલી કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે. કરુણા એનીમલ એમ્બ્યુલન્સના સફળ સંચાલન પછી ગુજરાત સરકાર દ્વારા ૨૨મી જૂન ૨૦૨૦ના રોજ ૧૦ મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરી (10 MVD) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. હાલમાં ૪૪૭ MVD એમ્બ્યુલન્સ ગુજરાતનાં તમામ 33 જિલ્લાઓમાં ૪૪૯૫થી વધુ ગામોમાં એમ્બ્યુલન્સ સેવા આપી રહી છે..
આ પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રકારની પશુ ચિકિત્સક સેવાઓ જેવી કે ઔષધીય, વાઢકાપ તેમજ પ્રસૂતીને લગતા પશુઓના વિવિધ કેસો અમદાવાદ નરોડા સ્થિત ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર 1962 ખાતે મળે છે. અને પશુ ચિકિત્સકો દ્વારા સલાહ સુચન મુજબ એમ્બ્યુલન્સ જે તે સ્થાને સમયસર પહોંચી પશુઓને સ્વાસ્થયને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.અને જાહેર આરોગ્યનું જોખમ ઘટાડવામાં ખૂબ મદદરૂપ બને છે..
તાજેતરમાં GVK EMRાની રીસર્ચ ટીમ દ્વારા પ્રાણીઓમાં કુતરા કરડવાના કેસો વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો. તે મુજબ ERC 1962 દ્વારા ૦૬ ઓક્ટોમ્બર ૨૦૧૭થી લઈને ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી કુલ ૬,૮૮,૫૯૨ જેટલા પશુઓને લગતા આપાતકાલીન કોલ પ્રાપ્ત થયા, જેમાં કુલ ૧૬૮૨૯ એટલે કે લગભગ ૨.૪૪ % જેટલા કેસ કુતરા દ્વારા અન્ય પ્રાણીઓને કરડવાના કેસ હતા, જેમાં સૌથી વધારે કેસની સારવારનો દર પાટણ, પંચમહાલ અને મોરબી જીલ્લાઓમાં જોવા મળ્યો હતો, જ્યારે ડાંગ, વલસાડ અને અમદાવાદ જિલ્લાઓમાં સૌથી લઘુતમ પ્રમાણ જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૭માં ૧૦૮ જેટલા કેસ કુતરા કરડવાના નોંઘાયા હતા, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૫૬૬૯ પર પહોંચ્યા હતા.સૌથી વધારે કેસ ડીસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યા હતા..
વિશ્વ હડકવા દિવસના રોજ શાળા સ્તરે અને ગ્રામ્ય કક્ષાએ જાગૃતિ રેલી,સેમિનાર કે રૂબરૂ મુલાકાત અને રસીકરણ અભિયાન દ્વારા પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યના સંકલન સાથે વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી.જેમાં લગભગ ૨૭૦૦થી વધુ લોકો રાજ્ય કક્ષાએ સહભાગી થયા હતા. અને ૨૧૧ જેટલી એમ્બ્યુલન્સ દ્વારા હડકવા રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું હતું.. જશવંત પ્રજાપતિ, સી.ઓ.ઓ., GVK EMRI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત અને ભારતના ગ્રામીણ લોકો માટે પશુધન જીવા દોરી સમાન છે..
ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત અને GVK EMRI દ્વારા સંચાલિત મોબાઈલ વેટરીનરી ડીસ્પેન્સરી અને કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા હજારો પ્રાણીઓની સારવાર, સેવા અને રક્ષા પૂરી પાડવામાં અનેક પશુ ચિકિત્સકો, એમ્બ્યુલન્સના ચાલક અને સંસ્થાના અનેક અધિકારીઓ દિન-રાત કાર્યરત રહે છે..