રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ શહેરમાં વિશ્વ હૃદય દિવસ નિમિત્તે રોટરી કલબ દ્વારા કેશોદના બસ સ્ટેશન આંબાવાડી કાપડ બજાર ડીપી રોડ સહીતના સ્થળોએ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું જેનો લોકોએ લાભ લીધો હતો
આજે વિશ્વ હૃદય દિવસ ની ઉજવણી કરવા રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા વિનામૂલ્યે રેન્ડમ ટેસ્ટ ત્રણ સ્થળોએ બસ સ્ટેશન પર, આંબાવાડી કાપડ બજાર, ડી પી રોડ પર એમ ત્રણ સ્થળે એકી સાથે વિનામૂલ્યે ડાયાબિટીસ તપાસ માટે નો કેમ્પ યોજવામાં આવ્યો હતો તપાસ કરાવનારા લોકોને એક મીનીટથી પણ ઓછા સમયમાં ડાયાબીટીસને ઓળખવામાં ખુબજ ઉપયોગી છે. ભૂખ્યા પેટે કે ભર્યા પેટ રેન્ડમ ટેસ્ટ કરાવી શકાતો હોવાથી સંખ્યાબંધ લોકો એ લાભ લીધો હતો. રોટરી કલબ દ્વારા સમગ્ર દેશમાં હદય દિવસ નિમિત્તે એક દિવસમાં ૧ મિલિયન લોકો જાગૃતિ પુર્વક પોતાની સ્વાસ્થ્યની કાળજી લઈ ડાયાબિટીસનું ચેકઅપ કરાવે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.