માંગરોળના રુદલપુર પાસે એસ.ટી અને ટ્રક અથડાયા, 13 થી વધુ લોકો ઇજાગ્રસ્ત..

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના રુદલપુર પાસે રાત્રીના સમયે જોરદાર અકસ્માત સર્જાયો હતો ,
જૂનાગઢ થી માંગરોળ તરફ આવતી હિંમતનગર માંગરોળ રૂટની બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતી માલ ભરેલી ટ્રક અથડાતા બસમાં સવાર ડ્રાઇવર અને કન્ડક્ટર સહિત 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સામે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને કિલિન્ડર પણ ઈજાગ્રસ્ત થતા તમામને હોસ્પિટલમાં માંગરોળની 108 તેમજ શીલની ગડુ ની 108 સહિત પાંચ થી પણ વધારે એમ્બ્યુલન્સ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો
ઈજાગ્રસ્ત તમામ લોકો ને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ડેપ્યુટી કલેક્ટર રાઠોડ, માંગરોળ મામલતદાર રાયચુરા, ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિત, પી.એસ.આઈ. બી કે ચાવડા,અધિકારીઓ અને પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકોને સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *