રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા
વરસાદના આગાહીને લઈને રાજ્યભરમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.જ્યારે માઉન્ટઆબુમાં ધોધમાર વરસાદ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.. વધુ વરસાદ ના કારણે સિવરેજ લાઇન પાથરવાના કારણે માઉન્ટના રોડ પર ખાઈ પડી જતા આબુરોડ અને માઉન્ટઆબુ ને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.વધુ વરસાદના કારણે ખાઈ પડી જતા મોટા વાહનનો પ્રવેશ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ વાહનવ્યવહાર ખોરવાતા માઉન્ટઆબુમા આગાઉથી જ ફરવા આવેલા પ્રવાસીઓને પાછા જવા માટે મોટી પરેશાની ભોગવવી પડી હતી.જ્યારે નાના વાહનોને અવર-જવર કરવા માટે પ્રશાસન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.