રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
બે વર્ષથી કોરોના બાદ લોકડાઉનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહેલા માછીમારોને તાઉતે વાવાઝોડું નડી ગયું હવે ગુલાબ વાવાઝોડા થી માછીમારો પરેશાન…
બે દિવસથી પડેલા ધોધમાર વરસાદથી પરસેવાની મહેનતની કમાણી ફરી વરસાદ તાણી ગયો…
માછીમારો જાયે તો જાયે કહાઁ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી ……
સરકાર માછીમારોને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠવા પામી…..
સર્વે કરાવી ખેડૂતોની જેમ માછીમારોને પણ મદદ કરવાની માંગ કરવામા આવી….
વરસાદના કારણે માછલીનો જથ્થો બગડી જતા માછીમારોને નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો…..
જાફરાબાદ માછીમાર અગ્રણી કનૈયાભાઈ સોલંકી એ કહ્યું હતું કે, ખેડૂતોને ભારે વરસાદથી અતિવૃષ્ટિમાં નુકસાનીનું સરકાર જે રીતે સહાય પેકેજ આપે છે. એ રીતે માછીમારો ને સહાય કેમ નહિ?…
ગુલાબ વાવાઝોડા ને લઈને બે દિવસથી પડેલા વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન
માછીમારો દરિયામાં માછીમારી કરી કમાવવા માટે સુકવેલી બધી માછલી બગડી જતા પરિવારો ને રોજીરોટીની સમસ્યા ઉભી થશે.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના માછીમારો હજી તાઉ-તે વાવાઝોડાની અસરમાંથી માંડ બહાર આવ્યા ત્યાં ગુલાબ વાવાઝોડા એ મચાવી તબાહી…