રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામમાં રહેતા મકવાણા પ્રહલાદજી ફતાજી ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું..
આજે સવારે પ્રહલાદજી કુદરતી હાજતે જવા માટે ઘરની પાછળ ઉભા કરેલા પતરાને અડીને જીવંત વીજ વાયર પસાર થતો હતો..
ત્યારે પતરાને અડીને શૌચાલય નો દરવાજો ખોલવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.ત્યારે વીજ કરંટ લાગતા તેમના પત્ની અને ભાભી છોડાવવા જતાં તેમને પણ કરંટ લાગ્યો હતો..
ત્યારે કરંટ લાગતા પ્રહલાદજી નીચે પટકાતા સારવાર માટે લઈ જવા માટે 108 બોલાવી હતી.પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું..
ત્યારબાદ પ્રાંતિજ સિવિલ ખાતે મૃતકને પી એમ માટે ખસેડવામાં આવી..
મોતના સમાચારથી પરિવાર તેમજ સમાજમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું