બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા તાવ,સિકનગુનીયા, મેલેરિયા,તેમજ ટાઈફોઈડ જેવી વિવિધ બીમારીને ગામમાં વધુ ફેલાઈ નહિ તેના માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે…..

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

બાબરકોટ ગામે દિનપ્રતિદિન તાવ જેવી બીમારી ના દર્દીઓની સંખ્યા દવાખાનામાં જોવા મળતા… બાબરકોટ ગામેં સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામની તમામ શેરીમા જંતુનાશક દવાનો છટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….
ગામના જ્યાં જ્યાં શેરીઓમાં પાણીના ખાડા ખાબોચિયા ભરાઈ છે. તેવી ગામની તમામ જગ્યાએ જંતુનાશક દવાઓનો છટકાવ કરવામાં આવી રહ્યો છે…. સરપંચ દ્વારા જણાવ્યું હતું કે ગામની જેટલી જગ્યા એ પાણીનો ભરાવો થાઈ છે તેવી બધી જ જગ્યાએ જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવશે.. જેથી જીવજંતુ , મચ્છર જેવા જીવોનો ઉદ્દભવ થઈ તે પેલા જ તેનો નાશ થઈ જાય. જેથી કરીને વધતા જતા મચ્છરની સંખ્યા ઉપર અંકુશ લાવી સકાય…..અને વિવિધ રોગો થી બચી શકાય…..
બાબરકોટ ગ્રામ પંચાયત ના તમામ સભ્યો દ્વારા પોતપોતાના વોર્ડમાં જંતુનાશક દવાના છટકાવ કરવામાં સહયોગ આપવામાં આવ્યો હતો….
જેમાં બાબરકોટ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ હેતલબેન પ્રવીણભાઈ બાભણીયા, સભ્ય બીજલભાઈ સાંખટ , વિરાભાઇ સાંખટ ,દિનેશભાઇ શિયાળ, દેવાભાઈ ચાવડા, દિનેશભાઇ સાંખટ, જયંતીભાઈ શિયાળ, પાતાભાઈ વાળા, બચુભાઇ સાંખટ તથા ભીમજીભાઈ મકવાણા તમામ ગ્રામ પંચાયત ના સભ્યોએ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો..બાબરકોટ ગ્રામ પંચાયત ની આ કામગીરી થી ગામજનોએ ગ્રામ પંચાયત નો આભાર માન્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *