રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ધારાસભ્ય અંબરીશ ડેરની મદદથી રાજુલા-જાફરાબાદ દરિયાઇ પટ્ટીના કોળી સમાજના મજૂરો વતન પહોંચ્યા.
કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણ બારૈયા અને અજય શિયાળ સહિત ની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી.
લોકડાઉનનાં કારણે રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાઇ પટ્ટી વિસ્તારના ચાંચ, ખેરા, પટવા, શિયાળબેટ, વઢેરા, રોહિચા, ધારાબંદર સહિતના ગામોનાં અસંખ્ય કોળી સમાજના પરિવારો મજૂરી અર્થે ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં ફસાયેલા હતાં. અજ્ઞાન અને અશિક્ષિત આ પરિવારોને સરકારનાં નિયમો મુજબ ઓનલાઇન મંજૂરી અંગે પણ કોઈ જ્ઞાન નહોતી. ત્યારે, રાજુલા, જાફરાબાદ, ખાંભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેરનો આ પરિવારો દ્વારા સંપર્ક સાધતાં ધારાસભ્ય કાર્યાલય તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ સહિતના લોકોએ આવાં પરિવારોની વતન વાપસી માટે બીડું ઝડપ્યું છે.
આ કોળી સમાજના પરિવારોને માદરે વતન આવવા માટે મંજૂરી લઈને ઘર સુધી તમામ ઘટતી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ પરિવારો સાથે સતત સંપર્કમાં રહી જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે પરિવારો પાસે વાહન ભાડાંનાં નાણાં ન હતાં તેનાં માટે પણ જરૂરી વ્યવસ્થા ધારાસભ્ય અને તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ધારાસભ્ય તથા આગેવાનોનાં પ્રયાસ\થી જૂનાગઢ, કચ્છ, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, મહેસાણા, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, સુરત સહિતના અલગ જિલ્લામાં ખેતમજૂરી તથા રોડ કામ, બાંધકામ સહિતના કામો કરતા ૧૦૦૦ થી વધારે મજૂરોને માદરે વતન પહોંચાડવામાં આવ્યા. તેમજ હજુ પણ આ મજૂર પરિવારોને માદરે વતન લાવવા માટે સતત પ્રયાસ ચાલુ છે. આમ ધારાસભ્યશ્રી અને તેમની યુવા ટીમ તથા આગેવાનો લોકડાઉન જાહેર થયું તેના પહેલા જ દિવસથી લોક સેવામાં સમર્પિત છે.