રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા આવેલા બાબરકોટ ગામની સૌથી નાની વયના સરપંચ અનકભાઈ સાંખટ તેમજ યુવા ગ્રામ પંચાયત વિકાસલક્ષી કામો કરવામાં સૌથી આગળ રહી છે…..
બાબરકોટમાં આજે રાત્રે વડીયા નવીન દાદાના ઘરથી લઈને ગામના જાપા તરફ જતા રસ્તામાં પીવીસી પાઇપ લાઇન ગટરનું કામ સાલું કરવામાં આવ્યું હતું…આ રસ્તા પરથી થઈને ગામની મહિલા બહેનોને શાક માર્કેટ જવાનો મુખ્ય માર્ગ છે…આ રસ્તા પર ગટર ન હોવાથી પાણી રસ્તા પર આવતું હતું.
આથી ગામની બહેનોને આ રસ્તા પરથી ચાલવામાં મુશ્કેલીઓ પડતી હતી. આથી ગામની મહિલા બહેનોએ બાબરકોટ ગ્રામ પંચાયતને રજુઆત કરતા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા તાત્કાલિક તે જ રાત્રે પાણીના નિકાલ માટે પાઇપ લાઈનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું….
આથી ગામની મહિલા બહેનોએ ગામના સરપંચ અનકભાઈ સાંખટ ,ઉપસરપંચ શ્રીમતી હેતલબેન પ્રવિણભાઈ બાભણીયા, સભ્યશ્રી વિરાભાઇ સાંખટ , જયંતીભાઈ શિયાળ, દિનેશભાઇ શિયાળ, બીજલભાઈ સાંખટ, દેવાભાઈ ચાવડા, દિનેશભાઇ સાંખટ , પાતાભાઈ વાળા, બચુભાઇ સાંખટ , ભીમજીભાઈ મકવાણા તથા સમસ્ત બાબરકોટ ગ્રામ પંચાયતનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…