રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
.શહેરા સહિત જિલ્લામાં વરસાદી માહોલ રવિવારના રોજ જામ્યો હતો.ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં રહેલા ડાંગરના પાકને પાણી ની તાતી જરૂરિયાત વચ્ચે સારો વરસાદ થતા પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે પવન સાથે આવેલા વરસાદના કારણે ગુણેલી,નવા ખાંધવા,મોરવા રેણા સહિત તાલુકાના અન્ય ગામોના અમુક ખેડૂતોના ખેતરમાં રહેલો ડાંગરનો પાક ઢળી પડયો હતો. પવન સાથે આવેલા વરસાદના કારણે ખેતરમાં રહેલો ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થતા પાકને નુકશાન જવાની ભીતિ ને લઈને ખેડૂતો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા. જ્યારે વરસાદની જરૂર હતી તે સમયે મેઘરાજા રિસામણા થતાં શાકભાજી ,મકાઈ ના પાકને નુકશાન થયા બાદ હવે પવન સાથે આવેલા વરસાદના કારણે ડાંગરનો અમુક પાક ઢળી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વિસ્તારના ખેડૂતો સામંતસિંહ બારીઆ, ક્રાંતિ ભાઈ દાના બારીઆ ,રમેશ બારીઆ, કાળુ બારીઆ , અભાભાઈ ભયજી , સોમાભાઈ બારીયા સહિત અન્ય ખેડૂતો રાજ્ય સરકાર પાસે પાક નુકશાની ને લઈને સહાયની માંગ કરી રહયા હોય છે ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ખેડૂતોના હિત માટે હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને સર્વે માટે ખેતીવાડી વિભાગને આદેશ કરે તે પણ જરૂરી છે.
પવન સાથે આવેલા વરસાદના કારણે ખેતરમાં રહેલા મકાઈનો પાક ઢળી પડ્યો હતો. જેના કારણે અમે ચિંતિત થયા છીએ બહુજ નુકશાન આ વખતની ખેતીમા થયેલા છે. ખેડૂતોને રાજ્ય સરકાર વહેલી તકે સર્વે હાથ ધરીને સહાય આપે તેવી અમારી માંગ છે.