રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકામાં થોડા દિવસોમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. કેશોદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. શરદી ઉધરસ તાવ સહીતના દરરોજ ચારસો જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. કેશોદ તાલુકામાં પાંચ પેટા આરોગ્ય કેન્દ્ર ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજના ચારસો જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે આવે છે. કેશોદ તાલુકામાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રો ખાનગી હોસ્પિટલો સહીત અન્ય જગ્યાએ સારવાર લેતા દર્દીઓની સંખ્યા કેટલી હશે? એ બાબતે કલ્પના કરી રોગચાળા અંગે ગંભીરતા રાખવી રોગચાળો અટકે તેવી સૌએ કાળજી રાખવી જોઈએ..
ચોમાસા દરમિયાન દર વર્ષે રોગચાળો વધુ વકરે છે. ત્યારે લોકોએ પણ જાગૃતતા દાખવી ઘરની આજુબાજુ વરસાદી પાણી લાંબો સમય સુધી ભરાયેલા રહેતા હોય જેમાં મચ્છરનો ઉપદ્રવ થતાં લોકો બિમારીનો ભોગ બને છે. જેથી લોકોએ પણ કાળજી રાખી સ્વચ્છતા રાખવી જોઈએ વાસી અને ખુલ્લો ખોરાકનુ સેવન ન કરવુ જોઈએ સામાન્ય શરદી ઉધરસ તાવ હોય તો તાત્કાલિક નજીકના દવાખાને સારવાર લેવી હિતાવહ છે.