રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદની સરકારી કુમાર છાત્રાલય તથા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરી ચુકેલા જુનાગઢ જિલ્લાના અનુસુચિત સમાજના વર્ષ ૨૦૨૦-૨૧ માં લેવાયેલી ગુજરાત રાજ્યની જીપીએસસી પરીક્ષામાં ઉચ્ચ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈને પ્રથમ વર્ગના અધિકારી તરીકે હોદો પ્રાપ્ત કર્યો છે. તેમજ ભુતપુર્વ વિદ્યાર્થીઓ જે હાલ જે અનેક વિદ્યાર્થીઓ ઉંચા હોદાપર ફરજ બજાવી રહયા છે. કોઈ ધંધા રોજગાર કંપનીઓ ધરાવે છે. તો કોઇ વિદ્યાર્થીઓ તાજેતરમાં સરકારી નોકરી મેળવી કુમાર છાત્રાલય તથા આદર્શ નિવાસી શાળાનું ગૌરવ વધાર્યું છે.તેવા ભુતપૂર્વ તમામ વિદ્યાર્થીઓનો કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સ્નેહ મિલન સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા બુદ્ધ વંદના બાદ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક પુષ્પગુચ્છથી સ્વાગત કરી છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ભુતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને મુમેન્ટો આપવામાં આવી હતી. અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ભુતપુર્વ વિદ્યાર્થીઓ સ્નેહ મિલન સન્માન કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર નિકુંજ ધુડા ડીવાયએસપી પરેશ કુમાર રેણુકા ડેપ્યુટી એન્જીનીયર મમતા સોંદરવા અદયક્ષ ડો. બી. આર. આંબેડકર ચેર સેન્ટર ડો. રાજા કાથડ ડીપીઈઓ ડો. એચ. કે. વાજા આશિસટન્ટ એન્જિનીયર સહીતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સન્માન કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત આદર્શ નિવાસી શાળાના આચાર્ય ડો. હમીર સિંહ વાળાએ કર્યુ હતું. ડો. દેવજી સોલંકીએ આભાર વિધી કરી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. દિનુભાઈ ચુડાસમાએ કર્યુ હતું.