રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકા તથા આજુબાજુના તાલુકાના પણ અનેક દર્દીઓ કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તાની બાજુમાં લારીઓમાં ગ્રાહકોની ભીડ તથા જ્યાં ત્યા વાહન પાર્કિંગ કરવામાં આવતું હોય છે. અને સિવિલ હોસ્પિટલ નજીક જ ગંદકી કાદવ કિચડ જોવા મળતો હોય છે. જ્યાંથી પસાર થવામાં રાહદારીઓ વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ તરફ જતા રસ્તામાં જ્યાં ત્યાં વાહન પાર્કિંગ કરવામાં આવતાં ઈમરજન્સી એમ્બ્યુલન્સને પસાર થવું પણ અસહ્ય બને છે. વાહન હટાવે ત્યાં સુધી ઈમરજન્સી એમ્બ્યુલન્સને પણ રાહ જોવી પડે છે. તેવા બનાવો અનેક વખત બન્યા છે. અગાઉ પણ આ બાબતે પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. અને ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. થોડા મહીનાઓ બાદ ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થતાં રાહદારીઓ વાહન ચાલકો પરેશાની ભોગવી રહયા છે. ત્યારે આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે જોવાનું રહ્યું..