કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે ગઈકાલે રાત્રે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી કોરોનાની ત્રીજી લહેરને ખૂલ્લું આમંત્રણ આપ્યુ છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરની પ્રજા હજી પણ ભયનાં ઓથાર હેઠળ છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાઈ છે. ઓક્સિજનના બાટલા અને છેલ્લે લાકડાની અછત સર્જાઈ છે. ઘરે ઘરે કોરોનાએ પગ પેસારો કરતા કોઈને કોઈ પરિવારે પોતાના સ્વજન ગુમાવવાનો વખત આવી ગયો હતો. જાણકારો હજુ ત્રીજી લહેરની સંભાવના દર્શાવી રહ્યા છે, ત્યારે શનિવારે સાંજે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે