કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહનચાલકો પરેશાન

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

જુનાગઢથી સોમનાથ તરફ જતા વાહનચાલકો કેશોદથી પસાર થતા સમયે રસતાઓમા ખાડાઓથી વાહનચાલકો પરેશાન ટોલટેક્સ પુરો ઉઘરાવવા છતા પુરતી સુવિધાન અપાતા લોકોમાં રોષ..
કેશોદથી જુનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેમા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાએ રોડમાં વરસાદના કારણે ધોવાણથી ખાડાઓમાં પાણી ભરાયેલું રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહયા છે. કેશોદ નજીક ગાદોઈ ટોલનાકેથી જુનાગઢ તરફ અને સોમનાથ તરફ જવા માટે વાહનો પસાર થતા ટોલટેક્સ પુરો વસુલવામાં આવતો હોય છે. પણ રોડની પુરતી સુવિધાઓ આપવામા આવતી નથી.
તાજેતરમાં રાજ્યના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી આગામી પેલી તારીખથી દશ તારીખ સુધી માર્ગ મરામત અભિયાન શરૂ કરવા જઈ રહયા છે. જેમાં ખરાબ ખાડાઓ વાળા રોડના ફોટાઓ પાડી વોટ્સએપ કરવાનુ અભિયાન શરૂ કરવા જઈ રહયા છે. ત્યારે એ અભિયાન કેટલુ સાર્થક થશે એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલ બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાની ભોગવી રહયા છે. તેમજ કેશોદના ચાંદિગઢના પાટીયા પાસે આવેલા ઓવરબ્રીજ ઉપર લાંબા સમયથી દિવસ રાત સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતી હોય છે. જે બાબતે પણ હાઈવે ઓથોરીટી સામે રોષ જોવા મળી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *