રાજકોટમાં લોકડાઉન સમય દરમ્યાન જાહેરમાં નીકળવા માટે બોગસ ડમી પાસ બનાવી તેનો ઉપયોગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Latest Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર

વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. જેથી ભારત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તેવા હેતુથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જે લોકડાઉન સમય દરમ્યાન લોકોને જાહેરમાં નીકળવા પર પ્રતિબંઘ રાખવામા આવેલ છે. તેમ છતા જે કોઇ વ્યકિતઓને અગત્યના કામે તથા ફરજપર જવા-આવવા માટે વહીવટી તંત્ર દ્રારા પાસ ઈશ્યુ કરવામાં આવે છે. તા .૧૪ / ૦ પ / ર ૦૨૦ ના રોજ ક્રાઇમ બ્રાન્ચ ને જાગૃત નાગરિક મારફત માહિતી મળેલ કે અમીતભાઇ જયકિશનભાઇ મોટવાણી રહે.પરસાણાનગર શેરી નં -૫ રાજકોટ વાળો કલેકટર કચેરી રાજકોટ ખાતેથી સંક્રમણ નિયંત્રણ ફરજ ઉપરનો પાસ નીકળે છે તેવો બોગસ બનાવટી પાસ બનાવી આપે છે તેવી નાની એવી લીંક મળતા તુરત જ રાજકોટ શહેર પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમીશનર શ્રી ખુરશીદ અહેમદ તથા મદદનીશ પોલીસ કમીશનર શ્રી જયદીપસિંહ સરવૈયાની સુચના તથા માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગણતરીના સમયમાં મળેલ માહિતી દ્વારા માહિતી વાળા ઇસમ અમીતભાઇ જયકિશનભાઇ મોટવાણી જાતે સીંધી ઉવ .૨૯ ધંધો સ્ટુડિયો, પરસાણા નગર શેરી નં -૫ , રાજકોટ વાળાની તપાસ કરી તેઓને પુછપરછ અર્થે ડી.સી.બી. પો.સ્ટે . ખાતે લઇ આવવામાં આવેલ અને મજકુર ઇસમને સદરહુ કલેકટર કચેરી રાજકોટના નામના બોગસ બનાવટી પાસ બાબતે પુછપરછ કરતા મજકૂર ઇસમે પોતે બોગસ બનાવટી પાસ કલેકટર કચેરી રાજકોટ ના નામનો બનાવી આપતો હોવાની કબુલાત આપતા જે મજકૂર ઇસમ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી તેઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ મુદામાલ – સદરહુ ગુન્હાના કામે આરોપીઓ પાસેથી મુખ્ય આરોપી અમીતભાઇ જયકિશનભાઇએ બનાવી આપેલ બોગસ બનાવટી કલેકટર કચેરી રાજકોટ ના નામના પાસ નંગ -૧૮ , તથા મુખ્ય આરોપીના સ્ટુડિયો ખાતેથી કોમ્યુટર, પ્રીન્ટર વીથ સ્કેનર, લેમીનેશન મશીન , ફોટા કોપી કાઢવાના પેપરો , બોગસ બનાવટી કોરા પાસ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. હાલ સદરહુ ગુન્હાના કામે ફરીયાદ મુજબના તમામ કૂલ ૧૭ આરોપીઓને રાઉન્ડઅપ કરવામા આવેલ છે . અને તેઓ પાસેથી તેઓએ બોગસ બનાવટી પાસ જે અમીતભાઇ પાસે બનાવડાવેલ તે તપાસના કામે કબજે કરવામાં આવેલ છે તેમજ હાલના આરોપીઓએ વઘુ અન્ય કોઇ બનાવટી પાસ બનાવી અન્ય કોઇ વ્યકિતઓને આપેલ છે કે કેમ ? તે બાબતે વધુ તપાસ ચાલુમા છે તેમજ મજકૂર મળી આવેલ તમામ આરોપીઓનો કોરોના વાયરસ અંગેનો ટેસ્ટ કરાવી તેનો પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ ગુન્હાના કામે ઘોરણસર અટક કરવામાં આવનાર છે . તેમજ સદરહુ ગુન્હામાં રેડીંગ પાર્ટીના માણસો ને રૂ .૧૫,૦૦૦ / – તથા તપાસ કરનાર તથા તેની ટીમના માણસોને રૂ .૧૫,૦૦૦ / – નુ ઇનામ આપવાનું રાજકોટ શહેર પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબે જાહેર કરેલ છે . તેમજ હાલમા લોકડાઉન સમય દરમ્યાન બંદોબસ્ત તથા પેટ્રોલીંગમા રહેલ તમામ અધિકારશ્રીઓ તથા કર્મચારીઓને ખાસ સુચના કરવામા આવેલ છે કે તેઓ બંદોબસ્તમાં જે કોઇ પાસ વાળા વ્યકિતઓને રોકે તેઓનો પાસ વ્યવસ્થીત ચેક કરી પાસ ની ઝેરોક્ષ બતાવેલ હોય તો તેઓ નો અસલ પાસ મંગાવી ચેક કરવા સુચના કરવામા આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *