રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
ગુજરાત રાજ્ય ભરની આંગણવાડી વર્કર હેલ્પરોના વિવિધ પ્રશ્નો અંગે લાંબા સમયથી રજુઆત કરવામાં આવે છે. છતા રજુઆત ધ્યાને ન લેવામાં આવતા આજે ગુજરાતભરની આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા ગુજરાતભરમાં જીલ્લા તાલુકા કક્ષાએ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આઈ.સી.ડી.એસ નું સીધુ કે આડકતરૂ ખાનગીકરણ બંધ કરવુ પ્રી સ્કુલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રોમાં કર્યો છે. જે આંગણવાડી વર્કરને શિક્ષકનો દરજ્જો આપી તમામને એકવીસ હજાર લઘુતમ વેતન આપવુ અન્ય રાજ્યોની જેમ લઘુતમ પેન્સન અને વેતનના શિડયૂલમાં સમાવેશ કરી કાયમી દરજ્જો આપવો અન્ય રાજ્યોની જેમ નિવૃતી વય મર્યાદા ૬૦ કરવાનો ગુજરાત સરકારને આદેશ કરવો અને હેલ્પરોને પણ ન્યાયીક વેતન આપવું સુપરવાઈઝરમાંથી મુખ્ય સેવિકા અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશનના કેન્દ્રના આદેશનો અમલ કરવો પ્રમોશનમાં ૪૫ વર્ષની વય મર્યાદા દુર કરવી બાળકો માટે અપાતા ફળ ફળાદી શાકભાજી મસાલા કઠોળ સહીતના સુધારેલા ભાવોમાં વધારો કરવો વર્કર હેલ્પરોને અપાતો પગાર દર મહીનાની એકથી પાંચ તારીખમાં આપવો પેન્સન મ્યુચ્યુઅલ ફંડ ગ્રેચ્યુઇટી ઈ.એસ.આઈ કાયદો લાગુ કરવા સહીતની માંગણીઓ સાથે કેશોદ શહેર તાલુકાભરની આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા કેશોદ ડે. કલેકટર મામલતદારને મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સાથે રજુઆત કરી હતી.