માંગરોળ મોબાઈલ મળતા પોલીસ દ્વારા મૂળ માલિકને પરત સોપવામાં આવ્યો..

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ માંગરોળના લોએજ ગામનાં પરેશભાઇ ગોવિંદભાઇ સાંગણીને માંગરોળ સરકારી દવાખાના પાસેથી એક મોબાઇલ ફોન સેમસંગ-એ-૨૦ નો મળી આવતા જે ફોન ની ડીસ્લેકા ઉડી ગયેલ હાલતમાં હોય જેથી આ પરેશભાઇ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આવી પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ કરણાભાઇ સિંધવ ને મળતા હેડ કોન્સ. પ્રતાપસિંહ દ્રારા આ મોબાઇલ ફોનને ટેકનોલોજીનો ઉપયોગ કરી મોબાઇલનાં માલીક કોણ છે તેની માહીતી મેળવી મોબાઇલનાં મુળ માલીકને શોધી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પોલીસ સબ ઇન્સ્પેકટર બી. કે. ચાવડાની હાજરીમાં પરેશભાઇનાં હસ્તે મોબાઇલ માલીકને મોબાઇલ સુપ્રત કરવામાં આવ્યો છે. જે બાબતે પોલીસ પ્રજાનો મીત્ર હોવાનું માંગરોળ પોલીસ દ્રારા સાર્થક કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *