રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની સૂચનાથી નર્મદા જિલ્લાની મહિલા મોરચાની ટીમ દ્વારા મેન બજાર શાકમાર્કેટ તથા હોમગાર્ડને જી.આર.ડી.ના જવાનોનું માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ ની સાથે વર્ષાબેન તડવી ગંગાબેન તડવી સીમાબેન તડવી રૂપલબેન તડવી સાથે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી વિતરણની કામગીરી હાથ ધરી હતી.
કોરોના મહામારીના બચાવના ભાગરૂપે નર્મદા જિલ્લા પોલીસની અનોખી પહેલ નર્મદા જિલ્લામાં આજે લોકડાઉન ના 50 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે હજી પણ લોકો પાસે માસ્ક તથા સેનીટાઈઝરની સુવિધા ના હોવાથી નર્મદા જિલ્લા પોલીસે લોકોને માસ્ક તથા સેનીટાઈઝર આપી લોકડાઉનના નિયમો નું પાલન કરવા માટે અપીલ કરી હતી તથા માસ્ક પહેરાવ્યા હતા. રસ્તે જતા શ્રમિકો માટે ફૂડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પીએસઆઇ પાઠકની અનોખી કામગીરી જોવા મળી હતી.