રિપોર્ટર: સુરેશ રાણા, બનાસકાંઠા*
અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 5 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે વરસાદ થતાં લોકોમાં આનંદ છવાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પૈકીના સૌથી વધુ અમીરગઢ તાલુકામાં 5 કલાકમાં 4 ઇંચ જ્યારે દાંતામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો બાકીના વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા.
ચોમાસા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકો વરસાદ ની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા. અને દુષ્કાળના ભણકારા ને લઈ ચિંતિત બન્યા હતા. તેવા માં રાજસ્થાનના ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતા બનાસનદીમાં ઘોડાપુર આવી ગયું હતું. અને ગુરુવારની ઢળતી સાંજે વીજળીના ડરામણા કડાકા ભડાકા સાથે ઇન્દ્રદેવે એવી બેટીંગ કરી કે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓ પૈકી અમીરગઢ તાલુકા માં 4 ઇંચ તો દાંતા તાલુકા માં અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં શુકવારના સવારે 6 વાગ્યા સુધી ઝાપટા નોંધાયા હતા. જિલ્લામાં આજ દિન સુધી સૌથી વધુ દાંતા તાલુકામાં 30 ઇંચ જેટલો તો વળી સૌથી ઓછો લાખણી તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.