જૂનાગઢ જિલ્લાના માંગરોળનો યુવાન 7 વર્ષે મળી આવતા ઘરે હરખ ની હેલી, ઉત્સવ જેવો માહોલ, સ્વાગત કાર્યક્રમ યોજાયો..

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામનો યુવાન ડોક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે છેલ્લા વર્ષ 2014 માં એમબીબીએસ કોલેજમાં અભ્યાસ કરતો હતો.અને ત્યાંથી જ અચાનક ગુમ થયો હતો.
ત્યારબાદ સ્થાનિક લોકો, પોલીસ વિભાગ, સીબીઆઈ સહિતના ના વિભાગ દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી, ત્યારબાદ માંગરોળના ડીવાયએસપી જે ડી પુરોહિત ની મહેનત અને એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ યુવાન બોમ્બે થી મળી આવ્યો હતો.
યુવાન ઘરે પરત આવતા તેના સ્વાગત માટે ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.યુવાન અચાનક ગુમ થતા માતાપિતાએ કોઈપણ તહેવાર ન ઉજવવાની અને ચપ્પલ ના પહેરવાની બાધા લીધી હતી.
ત્યારે અચાનક જ યુવાંનની ભાળ મળી જતા ઘરે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. લોકોએ અશ્રુભીની આંખે યુવાનનું સ્વાગત કર્યું હતું.
ત્યાં હાજર સૌના મોં મીઠા કરવામાં આવ્યા હતા.
તેમજ આ કેસમાં શોધી કાઢવામાં મુખ્ય ભાગ ભજવનાર ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું..
2014 મા જ્યારે બાળક ગુમ થયો ત્યારે જ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને શોપવામાં આવી હતી. અને એ એકમાત્ર કેસ અનડીટેકટેડ હતો. તે કેસ પણ માંગરોળમા જ પોતાની ફરજ દરમિયાન ડિટેક્ટ કરવામાં આવ્યો છે.
આ તકે યુવાનને શોધવામાં મદદ કરનાર તમામ લોકોનું પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *