રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકાના કુલ ૫૩ ગામોમાંથી આગામી ડીસેમ્બરમાં ૩૨ માર્ચમાં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે એક ગ્રામ પંચાયતની આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચુંટણી યોજાશે.
કેશોદ તાલુકાના કુલ ૫૩ ગ્રામ પંચાયતોમાં ત્રણ તબક્કામાં ચુંટણી યોજાનાર છે. જેમાં આગામી ડીસેમ્બરમાં ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે માર્ચ ૨૦૨૧માં ૨૦ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૩માં એક ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. જોકે કયા ગામોમાં ક્યારે ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. તે જાહેર થયું નથી. જીલ્લા કલેકટર દ્વારા તા. ૧૫.૯.૨૧ના જાહેરનામાં અન્વયે ગ્રામ પંચાયતોની અનામત તથા સામાન્ય બેઠકોની ફેર ફાળવણીનો આદેશ કરવામાં આવ્યો છે., આવનારા સમયમાં રાજ્ય ચુંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવશે હાલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુકોમાં ચુંટણીની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.