રિપોર્ટર :-હજુરસિંહ ચૌહાણ, બનાસકાંઠા
ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ થવાથી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થયો ….
રાજસ્થાન સ્વરૂપગંજ ,પિંડવાડા ,આબુરોડ,સહિત વિસ્તારમાં ભારે વરસાદ થવાથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ…
બનાસ નદીમાં પાણીની આવક થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા ..
બનાસ નદીમાં પુર આવતા લોકોમાં ખુશીની લહેર…..
બનાસ નદી બન્ને કાંઠે આવતા લોકો સેલ્ફી લઈને લોકો આનંદ માણી રહ્યા છે.
પાણીની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી ….
નદી કાંઠે ન જવા તથા સલામતી જાળવવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ ….