આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા બાબરકોટ ગામે atvt શાખા માંથી બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક રોડ નું ખાત મુહરત કરવામાં આવ્યું….

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

બાબરકોટ ગામે છગનભાઈ ભીમાભાઈ સાંખટના ઘર થી લઈ ને સામતભાઈ ભાણાભાઈ શિયાળ ની ઇલેક્ટ્રિકલ ની દુકાન સુધી બ્લોક પેવિંગ રોડના કામની શરૂઆત કરવામાં આવી……

બાબરકોટ ગામે 5 વર્ષમાં ગામના નાની વયના સરપંચ અનક ભાઈ સાંખટ તેમજ યુવા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા અનેક વિવિધ કામો કરીને જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ કામો કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે..

બ્લોક પેવિંગ રોડના કામની શરૂઆત કરાવતા બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપસરપંચ હેતલબેન પ્રવિણભાઈ બાભણીયા , સભ્ય જયંતીભાઈ શિયાળ, વિરાભાઇ સાંખટ ,બીજલભાઈ સાંખટ, દિનેશભાઇ શિયાળ, દેવાભાઈ જાદવ, દિનેશભાઇ બચુભાઇ સાંખટ,પાતાભાઈ વાળા, બચુભાઇ સાંખટ, ભીમજીભાઈ મકવાણા તમામ ગ્રામ પંચાયતની બોડીને બાબરકોટ ના લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો….

તેમજ બ્લોક રોડનું કામ દરમ્યાન ભાણાભાઈ શિયાળ, રાજુભાઇ કડીયા એ ખૂબ સારી કામગીરીથી પ્રભાવિત થઈ ગ્રામ પંચાયત દ્વારા કડીયા કારીગરોનો અને સાથે કામ કરી રહેલા લોકોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *