રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ પોષણ માસ-2021ના ત્રીજા સપ્તાહ અંતર્ગત આજ રોજ માંગરોળ ઘટકના મેખડી સેજાનાં ઢેલાણા ગામમાં “ન્યુટ્રીશન કિટ વિતરણ” નો કાર્યક્રમ યોજાયો.
જેમા કુપોષીત બાળકો,સગર્ભા માતા,ધાત્રી માતાઓને પોષણ યુકત આહાર માટેની “ન્યુટ્રીશન કિટ”નુ વિતરણ કરવામાં આવ્યુ.તેમજ લાભાર્થીઓ ને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મણ ભાઈ પરમાર , ગામ ના આગેવાનો મેખડી ગ્રુપનાં સુપરવાઈઝર ઇલાબેન પરમાર આંગણવાડી વર્કર બહેનો,હેલ્પર બેહનો હાજર રહ્યા હતા.