15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશમાં અડચણ ઉભી થવાની આશંકા..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…

ડીડીઓએ શનિવારે સાબરકાંઠાના તલાટીઓની સાગમટે બદલી કરી દીધા બાદ સા.કાં. જિલ્લા સરપંચ એસો. દ્વારા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી બદલીઓ અટકાવવા રજૂઆત કરવાની સાથે 15 માં નાણાપંચની ગ્રાન્ટો વાપરવામાં નવા તલાટીની સિગ્નેચર કી ઇન્સ્ટોલ કરવાની જટીલ પ્રક્રિયાથી મોટી સમસ્યા ઉભી થતી હોવા અંગે આશંકા વ્યક્ત કરાઈ હતી..
સોમવારે સાબરકાંઠા જિલ્લા એસો.ના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ,ઉપપ્રમુખ અશોકભાઇ પટેલ વગેરે સરપંચોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી કે ડીડીઓએ મનસ્વી નિર્ણય લઇ કેટલાક તલાટીઓ સામે કોઈ પણ રજૂઆતો ન હોવા છતાં બદલીઓ કરી છે..
તેમણે વધુમાં જણાવ્યું કે મોટાભાગના સરપંચનો કાર્યકાળ ડિસેમ્બર માસમાં પૂરો થાય છે. અને 15 માં નાણાપંચના કામો મંજૂર કરાવવા આ તલાટીઓની વહીવટી બાબતો માટે જરૂર પડશે. તલાટીઓની બદલીઓથી 15માં નાણાપંચના ઓનલાઇન ઠરાવો, કામોની નોંધણી, કામોની પ્રાથમિકતા સહિતના નમૂના સિગ્નેચર કી દ્વારા ઇન્સ્ટોલ કરવાના થતા હોય છે. અને નવા તલાટીઓની સિગ્નેચર કી ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માંગી લે છે,આટલા સમયમાં સરપંચોનો કાર્યકાળ પૂરો થઇ જશે. તલાટીઓની બદલી અંગે ઘટતું કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *