શહેરાના મીરાપુર ગામ ખાતે કોંગ્રેસ અગ્રણી પર્વતસિંહ ચૌહાણની  અધ્યક્ષતામાં આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસની મહત્વની બેઠક મળી

breaking Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરા તાલુકાના મીરાપુર ગામ ખાતે કોંગ્રેસ અગ્રણી પર્વતસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આવનાર ચૂંટણીને લઈને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કોંગ્રેસની મળેલી ચૂંટણીલક્ષી  મહત્વની બેઠકમાં  કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી રફીક તિજોરી વાલા , જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, કોંગ્રેસ અગ્રણી તખતસિંહ સોલંકી , દુષ્યંતસિંહ  ચૌહાણ, વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકી તેમજ શહેરા  તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ અને પર્વતસિંહ ચૌહાણ એ દીપ પ્રગટાવી ને કાર્યકમની શરૂઆત કરી હતી.આ બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના  સંયોજકો,  ઓર્ડીનેટરોને  કઈ કામગીરી કરવાની છે તે અંગેની વિસ્તૃત માહિતી આપવા સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.કોંગ્રેસ પક્ષ દ્વારા અનેક કાર્યક્રમો  વિધાન સભાની   ચૂંટણી  આવે તે પહેલા કરવામાં આવનાર છે. અને કોંગ્રેસ કાર્યકરો જન-જન સુધી પહોંચી જવા માટે આહવાન કરવામા આવ્યુ હતુ.સાથે નદીસર ની તાલુકા પંચાયતની  પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જંગી મતોથી  જીત મેળવે તે માટેની વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરોને વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં કોંગ્રેસ મજબૂતાઈ સાથે ચૂંટણી લડે તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ રણનીતિ નો દોર શરૂ કરી દીધો  હોય  તેમ લાગી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *