વિશ્વ હિન્દુપરિષદ, બજરંગ દળના કાર્યકર પ્રેમસિંગભાઈ વસાવાએ નાનીચીખલી ગામે રહેતાં ગેમલભાઈ વસાવા કે જેવો ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે તેમના ધર્મપત્નીને લોહીની તાત્કાલિક જરૂર પડી હતી, આ વાતની જાણ પ્રેમસિંગભાઈને થતા તેઓ તરત જ બ્લડ બેંક પર જઈને રક્તદાન કરીને મહિલાની જિંદગી બચાવી હતી. રક્તદાતા પ્રેમસિંગભાઈએ જણાવ્યું હતું કે ગેમલભાઈ ટ્રાફિક પોલીસમાં સેવા આપે છે. તેઓ પણ કોરોનાવોરિયર્સ છૅ. કોરોનાવાયરસથી આપણી અને આપણા પરિવારની રાત દિવસ રક્ષા કરે છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે પણ એમના પરિવારની કાળજી રાખવી જોઈએ એમ જણાવ્યું હતું.