રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા તાલુકાના અણીયાદ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા 2000 પોસ્ટકાર્ડ લખીને તેમને મોકલવામાં આવ્યા છે. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં ૫૪,૦૦૦ નરેન્દ્ર મોદીના ચિત્રવાળી બેગનું વિતરણ કરવામા આવ્યું.
શહેરા તાલુકાના અણીયાદ ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા,તાલુકા ભાજપ પ્રભારી પરેશ ચૌહાણ અને સહ પ્રભારી ભાનુબેન બારીઆ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિતે પ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રવાળી બેગનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, મહામંત્રી સંજય ભાઈ બારીયા, તેમજ યુવા પ્રમુખ કિરીટ બારીયા, રામસિંહ પરમાર, હસમુખભાઈ વણકર અને પ્રદીપ પદવાણી , નટવર સિંહ રાઠોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભારત સિંહ સોલંકી સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા 2000 પોસ્ટકાર્ડ લખીને તેઓ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વડા પ્રધાનના ચિત્રવાળી 54,000 હજાર અનાજ ભરવાની બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સહિત રેશનકાર્ડ ધારકો ઉપસ્થિત રહયા હતા