અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું.

Amreli

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મફત પ્લોટ વિસ્તારમા શ્રી ગણેશ ગ્રુપ , તથા પ્લોટ વિસ્તાર એકદંત ગ્રુપ, અને વાડી વિસ્તારના ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું
બાબરકોટ ગામના વિવિધ શેરીઓના મંડળો તથા બાબરકોટના તમામ લોકો સાથે મળી બાબરકોટ ગામ સમસ્ત આજે ગણપતિ બાપાના નવ દિવસ સેવા પુજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું…
બાબરકોટ ગામની વિવિધ શેરીઓમાં સતત નવ દિવસ રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. તેમજ ઇનામ ડ્રો કરી વિવિધ લોકોને વિવિધ ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામમા ગણેશજીની મૂર્તિ ,હેન્ડ્રોઇ મોબાઈલ ફોન, હોમ થિયેટર, ટેબલ ફેન, ચાંદીની લક્કી જેવા વિવિધ 19 જેટલા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામના તમામ ગ્રામજનોએ ગણપતિ બાપાના દર્શનનો લાવો લીધો હતો. તેમજ નાની બાળાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામા આવી હતી.
સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ તથા બધા જ ગણેશ ગ્રુપ દ્વારા ખેલૈયાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને અભિનંદન પાઠવ્યા હતા…
છેલ્લે દિવસે વિસર્જનના દિવસે ડી.જે. ની સાથે રાસ ગરબા લઈને ગ્રામજનો ખુશીથી જુમી ઉઠયા હતા . ગણપતિ બાપા નું વિસર્જન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગણેશ વિસર્જન સમયે અમરેલી જિલ્લાના યુવા સભ્ય કરશનભાઇ ભીલ એ વિશેષ હાજરી આપી હતી.
ગણેશ મિત્ર મંડળ ના સભ્યો રોહીતભાઈ સાંખટ , દિનેશ બારૈયા, રાજુ સાંખટ, વલ્લભ સાંખટ,રામજીભાઈ કોટડીયા , રાજુભાઇ રૂડાભાઈ સાંખટ ગોવિંદભાઈ જાદવ , ભગવાંનભાઈ સાંખટ,ગ્રામ પંચાયત ના સભ્ય દિનેશભાઇ સાંખટ તેમજ SRD સ્ટાફ સાથે રહી ને ગણપતિ બાપા મોરિયા, નાંદ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
બાબરકોટ SRD સ્ટાફ ની ખૂબ સારી સેવા આપવા બદલ બાબરકોટ ગામના યુવા સરપંચ તથા ગણેશ ગૃપો દ્વારા અભિંદન પાઠવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *