વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૧ માં જન્મ દિવસે સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હાલોલ ખાતે વૈષ્ણવ સંપ્રદાય ના પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજકુમાર ની ઉપસ્થિતીમાં અનોખો વિશ્વ વિક્રમ હાલોલની ધરા પર સ્થપાયો હતો.ભારતના સૌથી નાની વય ના અને એકમાત્ર નોંધાયેલ યુનિ સાયકલીસ્ટ રોનીત જોશી દ્વારા વડોદરા થી હાલોલ સુધી સતત 35 કિ.મી યુનિ સાયકલ એટલે કે એક પૈડાં વાળી સાયકલ ચલાવી વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો હતો.રોનીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ માં જન્મદિવસે ફિટ ઇન્ડિયા કન્સેપ્ટ થી પ્રેરાઈને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સતત છઠ્ઠો વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.
વહેલી સવારે વડોદરા થી યુનિ સાયકલ લઈ નીકળેલા રોનીત જોશી એ હાલોલ ખાતે પહોંચી માત્ર 18 વર્ષ ની વયે છઠ્ઠો વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.રોનીતે માત્ર 18 વર્ષ ની ઉંમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ફિટ ઇન્ડિયાના કનસેપ્ટ સાથે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે વડોદરા થી હાલોલ સુધી સતત 35 કિમી જેટલી એક વ્હીલ વાળી સાયકલ ચલાવી હતી.ભારત ભરમાં આ પ્રકાર ની સાયકલ ચલાવનાર રોનીત એક માત્ર નોંધાયેલા સાયકલીસ્ટ છે.
યુનિ સાયકલના આ રેકોર્ડ માટે રોનીત ને પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજકુમારજી દ્વારા સંચાલિત પ્લીઝ સ્માઈલ ગ્રુપ દ્વારા હાલોલ ખાતે સન્નમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રોનીત અને તેની સાથે ના અન્ય સાયકલીસ્ટ નું પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરી ઉત્સાહ વર્ધન કર્યું હતું.ઉલ્લેખનીય છે,કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે વૈષ્ણવ સમાજના ધર્મગુરુ પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજ કુમારજી એ જાતે પણ 35 કિમી સાયકલ ચલાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને શુભેચ્છાઓ આપી હતી.આ પ્રસંગે પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજકુમારજી એ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે યુવાનો વ્યસન ની લત માંથી મુક્તિ મેળવી રોનીત જેવા કૈક કરી બતાવવાના વ્યસન ને વળગી રહેવું જોઈએ.આ પ્રસંગે શ્રી પંકજકુમાર જી એ પોતાની લાક્ષણિક અદા માં યોગ નું મહત્વ દર્શાવતા જણાવ્યું હતું કે પોતે ફિટનેસ પ્રેમી છે. જુડો કરાટે માં બ્લેક બેલ્ટ હોલ્ડર હોવા છતાં પતંજલિ ના લક્ષ્મણ જી ગુરવાનીના માર્ગદર્શનમાં યોગાભ્યાસ કરી યૌગિક સૂર્યનમસ્કાર કરવાનું શરૂ કર્યું છે.
સન્માન સમારોહ બાદ મીડિયા સાથે ની વાતચીત માં માત્ર 18 વર્ષ ની નાની ઉંમરે સતત છઠ્ઠો વિશ્વ વિક્રમ સર્જનાર રોનીત જોશી એ જણાવ્યું હતું કે આ અગાઉ તેણે વર્ષ 2019 માં આંખે પાટા બાંધી 5 કિમી સ્કેટિંગ કર્યું ,ચાલુ સ્કેટિંગમાં જ 6 વખત રુબીક ક્યુબ સોલ્વ કર્યા,વર્ષ 2021 માં સતત 10 કિમી યુનિ સાયકલ ચલાવતા ચલાવતા રુબીક ક્યુબ સોલ્વ કરવા,સૌથી લાંબા અંતર સુધી યુનિ સાયકલ ચલાવતા ચલાવતા રુબીક ક્યુબ સોલ્વ કરવા ના પાંચ વિશ્વ વિક્રમો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં નોંધાવ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે વડાપ્રધાન ના જ ફિટ ઇન્ડિયા કનસેપ્ટ થી પ્રેરણા લઈ રોનીતે સતત છઠ્ઠો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે.
છ જેટલા વિશ્વ રેકોર્ડ સર્જનાર યંગેસ્ટ સાયકલીસ્ટ રોનિત જોશી ના સત્કાર સમારોહમાં પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજકુમારજી મહોદય, તાજપુરા ધામ ના પૂજ્ય લાલા બાપુ,હાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ પરમાર,પતંજલિ પ્રદેશ સંગઠનના લક્ષ્મણભાઇ ગુરવાની, રાજેશભાઇ પંચાલ,ગોપીપુરા સરપંચ રામચંદ્ર બારીયા,આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ભરત બારીયા-અક્ષય પટેલ,લાયન્સ ક્લબ હાલોલ ના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ,સ્થાનિક રાજકીય આગેવાનો,બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજ ના અગ્રણીઓ તેમજ હાલોલ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સત્કાર સમારંભનું સંપૂર્ણ આયોજન શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા હાલોલ ના સચિનભાઈ શાહ,તપનભાઈ ઠક્કર,ગીરીશભાઈ અને મદનલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.