રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા
માઇભક્તો રામાપીર બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી…..
રામાપીરના મંદિરે નેજા ચડાવતા વરસાદ નું આગમન થયું હતું ..
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અગિયારસના દિવસે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા. તેમજ અમીરગઢના આસપાસના ગામના લોકોએ રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા તેમજ મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા. માઇભક્તો ભોજન પ્રસાદ લઈ તેમજ બાબા રામદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તેમજ બાબા રામદેવના મંદિરે નેજા ચડાવ્યા બાદ વરસાદનું આગમન થતા માઇભક્તોમાં આનંદ છવાયો હતો…