શહેરા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળફળાદી નું વિતરણ કરવા સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..

Panchmahal

રિપોર્ટર :રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ

શહેરા નગર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રી સંજય ભાઈ બારીયા, હસમુખભાઈ વણકર તેમજ રમણભાઈ રાઠોડ અને મહેશ ભાઈ સોલંકી સહિત કાર્યકરો રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી જઈને સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓને ફળફળાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન રંગીત બામણીયા, વાઇસ ચેરમેન જશુભાઇ પટેલ, અરવિંદભાઈ પરમાર અને રાજુભાઈ સોલંકી સહિત ફરજ બજાવતા સ્ટાફ દ્વારા લીમડો, આસોપાલવ સહિતના વિવિધ છોડોનુ વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. જ્યારે તાલુકામાં ભાજપ કાર્યકરો દ્વારા શાળામાં તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે વૃક્ષારોપણ સહિત કેક કાપીને વડપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *