રિપોર્ટર :પાર્થિવ દરજી પંચમહાલ
શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ઘણા બધા લોકો શંકાસ્પદ ડેન્ગ્યુ સહિતની અન્ય બીમારીમાં સપડાતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેને લઇને વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ સોલંકી સહિત આ ગામના જાગૃત ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીને લેખિતમાં રજૂઆત કરી હતી. કે ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. તેમજ ગામના અનેક વિસ્તારમાં કાદવ-કીચડ રસ્તા પર હોવાથી ગ્રામજનોને પસાર થવામાં તકલીફ પડવા સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામમાં કાયમી શરૂ રહે જેથી સ્થાનિક ગ્રામજનો બીમાર પડે તો ખાનગી દવાખાનામાં રૂપિયા ખર્ચીને સારવાર કરવી પડે નહી. તેમજ ગામમાં બનેલા વ્યક્તિગત શોચાલય ના નાણાં વહેલી તકે લાભાર્થીના ખાતામાં જમા થાય તેવી માંગ કરી હતી. તાલુકાના છેવાડાનું ગામ વલ્લભપુર ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારી ઓચિંતી મુલાકાત લઇને પરિસ્થિતિનો તાગ મેળવે તે અત્યંત જરૂરી છે.સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની હાલની પરિસ્થિતિ શું છે. તે માટે જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી આ બાબતે પોતાની નૈતિક ફરજ સમજીને અહીંની ઓચિંતી મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે…