રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
ટીડીઓ ડેપો મેનેજર પોલીસ સ્ટાફ હેલ્થ ઓફિસ સ્ટાફ એસટી ડેપો સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં એસટી પાર્સલ ઓફિસ ખાતે પાંચમો કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.
કેશોદ એસટી પાર્સલ ઓફિસ સંચાલક અને મોદી વિચાર મંચ જિલ્લા ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા કેશોદ એસટી ડેપો પાર્સલ ઓફિસ ખાતે અગાઉ કોવિડ વેક્સિનેશન ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છસ્સો જેટલા લોકોએ વેકસીનનો લાભ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે આજે કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે આજે પાંચમો કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડા ડેપો મેનેજર એલ. ડી. રાઠોડ તાલીકા હેલ્થ ઓફિસ સ્ટાફ પોલીસ સ્ટાફ એસટી ડેપો સ્ટાફ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના મહાવીરસિંહ જાડેજા તથા ભાજપના હોદેદારો સહીત ઉપસ્થિતીમાં કોવીડ વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં આજે ૧૬૦ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો.
કેશોદ એસટી પાર્સલ ઓફિસ ખાતે અગાઉ કોવિડ વેક્સિનેશન ચાર કેમ્પનું સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યુ હતું.અગાઉ ચાર અને આજના પાંચમાં કોવિડ વેક્સિનેશન કેમ્પ સહીત કુલ ૭૫૦ લોકોએ વેકસીનનો લાભ લીધો હતો.