અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો કબ્જો થયા બાદ ત્યાં માનવીય સંકટ ઉભુ થઈ ગયુ..

Latest

દેશ ભૂખમરાની કગાર પર ઉભુ છે. લોકોની આવકના સાધન સમાપ્ત થઈ ચૂક્યા છે. બેંકોની પાસે ફંડ નથી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ અફઘાનિસ્તાનથી હાથ ખેંચી લીધા છે.
આઈએમએફ પ્રવક્તા ગેરી રાઈસનુ કહેવુ છે. કે તેઓ અફઘાનિસ્તાનના આર્થિક પરિસ્થિતિને લઈને ચિંતિત છે. પરંતુ તેમની મદદ ત્યાં સુધી કરી શકાતી નથી જ્યાં સુધી તેને વૈશ્વિક માન્યતા મળી જાય નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી દેશમાં કોઈ પણ માનવીય સંકટને રોકવા માટે તત્કાલ પગલા ઉઠાવવાનો આગ્રહ કર્યો છે.
તાલિબાનમાં હાલ વચગાળાની સરકારની રચના થઈ છે. દાવો છે જલ્દી જ સ્થાયી સરકાર પણ અસ્તિત્વમાં આવશે. રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન અને તુર્કી જેવા દેશ તાલિબાનને અવસર આપવાની વાત કહી ચૂક્યા છે. પાકિસ્તાન અને ચીન તો આનાથી પણ આગળ વધી ચૂક્યા છે. તેમ છતાં હજુ પણ કોઈ દેશે તાલિબાનને સત્તાકીય માન્યતા આપી નથી.
નાણાકીય ભંડોળના પ્રવક્તા ગેરી રાઈસનુ કહેવુ છે કે જ્યાં સુધી તાલિબાનને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનુ વલણ સ્પષ્ટ થઈ જતુ નથી. અને આને વૈશ્વિક માન્યતા મળી જતી નથી. ત્યાં સુધી તેઓ સરકારની સાથે પોતાના સંબંધને પ્રોત્સાહન આપશે નહીં. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારની રચના બાદ ત્યાં માનવીય સંકટ ઉભુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *