રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાના સોનારીયા ગામના આઘેડ ભવાનભાઈ અરજણભાઈ ઉ વ ૪૭ આજ થી ત્રણ માસ પહેલા મગજના અસ્થિરતાના કારણે ગુમ થઈ જતાં તેમના પરિવાર એ શોધખોળ શરૂ કરતા મળી આવેલ ન હતા.
આ અંગે ગીરગઢડા પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. ગીરગઢડાના સોનારીયા ગામના રહેવાસી આઘેડ ભવાનભાઈનો માનવ કંકાલ તુલસીશ્યામના ગીર વનવિસ્તારમાં આવેલ કોઠારીયા નેસના નંદિવિલ ડુંગર નજીક પડેલ હોય તેની જાણ પોલીસને તેમના પુત્ર નાનુભાઈ અરજણભાઈએ કરતા પોલીસએ માનવ કંકાલનો કબ્જો લઈ જામનગર એમ પી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવેલ છે. આ અસ્થિર મગજના ભવાનભાઈને કોઈ વનપ્રાણીએ શિકાર બનાવેલ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે. આ આધેડના ત્રણ પુત્ર હોય અને ધરે મગજના અસ્થિરના કારણે કોઇને જાણ કર્યા વગર નિકળી ગયા હતા. અને વનવિસ્તારમાં તેનું માનવ કંકાલ મળતા પરીવારજનો એ અંતિમ સંસ્કાર કર્યા હતા.