શહેરા પી. ડી.સી. બેંકમાથી રૂપિયા લઈને જતા દૂધ ડેરીના સેક્રેટરી સાથે થઈ ચીલઝડપ..

Panchmahal

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ

ખોડીયાર દલવાડા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી એ બેંક માથી 1,35,000 ઉપાડ્યા હતા.

ખોડીયાર દૂધ ડેરીના સેક્રેટરીએ દૂધ સભાસદ નો પગાર બેંક માથી ઉપાડ્યો હતો.

ડેરીના સેક્રેટરી કુબેર પગી રૂપિયા લઈને રિક્ષામાં બેસી ગયા બાદ તમારા રૂપિયા નીચે પડ્યા છે. તેમ કહેતા રૂપિયા લેવા નીચે ઉતર્યા હતા.

રિક્ષામાંથી રૂપિયા ભરેલી પાકીટ લઈને ગણતરીની મિનિટોમાં ચોર ટુકડી ગાયબ થઈ ગઈ ..

પોલીસે સ્થળ પર આવીને તપાસ શરૂ કરી ..

બનેલી ઘટના સ્થળની સામે જ પાલિકાના કેમેરા બંધ હાલતમાં હોવાથી લાખો રૂપિયાના કૅમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *