માંગરોળ તાલુકાના નગીચાણા ગામના લોકો વરસતા વરસાદમાં માંગરોળ મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા…

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા અને ઘરોમાં પાણી ગરકાવ થતા મામલતદારને યોગ્ય નિકાલ કરી આપવા અને રજુઆત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં તાજેતરમાં બનાવવામાં આવેલા નગીચાણા પે.સેન્ટર શાળા ની દિવાલ કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવેલા છે. તેના કારણે વરસાદી પાણીનુ અવરજવર બંધ થઈ જતા વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા છે. વર્ષો પુરાના જૂના તળાવમાં જે વરસાદી પાણીઆ વર્ષો જૂની કેનાલમાંથી તળાવમાં ઠલવાતુ હતું. તે માટે આજે વર્ષો પુરાની જૂની કેનાલને બંધ કરવામાં આવી. અને કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવતા હાલ વરસાદી પાણી નું વહેણ ગામ તરફ ફરી વળ્યુ છે. જેમાં સીમ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના મુખ્ય બે રસ્તાઓ છે. તે દિવરાણા તરફ જતો રસ્તો તથા કાલેજ તરફ જતો રસ્તો આ બંને રસ્તા ઉપર આવેલા ખેડૂતોના ખેતરોનું પાણી જે તળાવમાં જતું હતું. અને આ ખેતરોનું પાણી યોગ્ય જગ્યાએ નિકાલ કરવા બાબતે નગીચાણા ગામના લોકો દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા માટે આજે માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *