રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસને બાતમી મળી હતી કે નસવાડી નગરમાં ચોરીની બાઇકો ફરે છે. ત્યારે નસવાડી પોલીસ દ્વારા તપાસ કરતા કવાટ રોડ પર રહેતા પટેલ ટ્રેક્ટર ના માલિક નો છોકરો વસીમ નૂરમહમ્મદ વોહરાપટેલ પાસે નંબર વગર ની બુલેટ ગાડી મળી આવી હતી. ત્યારે તેમને પૂછ પરછ કરતા તેને આ બાઇક જયકુમાર તરબદા પાસેથી લીધી હતી. ત્યારે પોલીસે જયને ચલામલી થઈ ઝડપી પાડ્યો હતો. અને જયની પૂછ પરછ કરતા એક બાઇક નસવાડીના ઘડબોરીયાદ ખાતે રહેતા અરબાઝ સાદીકશાહ દીવાન ને પણ આપી હતી, ની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે બાઇકો વિસે પૂછતાં તેને જાણ થતા જય અને અરબાઝ ભેગા મળી ને બાઈકના સ્પેરપાર્ટ્સ છુટા કરીને બાઇકને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જ્યારે પોલીસે જય અરબાઝ ને પકડ્યા ત્યારે બન્ને જણા એ જણાવ્યું હતું કે બાઇક કેનાલમા નાખી દીધી છે. તેવી વાત કરતા પોલીસ દ્વારા તાત્કાલિક કેનાલમાં શોધખોળ કરતા કે.ટી.એમ બાઇક ના સ્પેરપાર્ટ્સ અને ચેસીસ મળી આવી હતી. આમ નસવાડીમાં ઘણી બધી બાઇકો ચોરીની ફરી રહી છે. તે પોલીસ હવે તપાસ કરી રહી છે. અને આ ખમદાની નબીરાજે મોંઘી બાઇકો માત્ર 40 હજારમાં જ વેચી રહ્યા હતા. બુલેટ પણ 40 હજારમાં અને કે.ટી.એમ પણ 40 હજારમાં વેચી હોવાનું જાણવા મળ્યું હતું. આમ એક ચોર થી બીજા ચોરને જોડતી બાઇક ચોર ગેંગ પકડાઈ હતી.