રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વધુ વરસાદથી થયેલાં ખેડૂતોને નુકસાનીનું જાત સમીક્ષા કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ જિલ્લા કિશાન કૉંગ્રેસના ચેરમેન મનીષ નંદાણીયા સહીતના આગેવાનોએ ઘેડ પંથકમાં મુલાકાત કરી ખેતીપાકમાં થયેલા નુકશાનીની સમીક્ષા કરી.
છેલ્લા ઘણા દિવસોથી ઘેડ પંથકમા વધું વરસાદ પડવાથી નદીઓમાં ઘણું પાણી આવવાથી ઘેડ પથંકના ખેડૂતોને મોટાં પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ પણ કર્યું.ઘેડ પથંકમાં હવાઈ નિરીક્ષણ નથી કર્યું ત્યારે આજે વિસાવદર ભેસાણના ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાને જાણ થતાં તાત્કાલિક ઘેડ પથંકમાં આગેવાનો સાથે મુલાકાત અને જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.અને ખેડૂતોના ખેતરોમાં તેમજ ગામમાં જઈને નિરીક્ષણ કર્યું હતું. અને સરકાર પાસે માંગ કરી હતી. કે જે ખેડુતોને નુકસાની થઈ છે. અન્ય બીજી કોઇ નુકસાની થઈ છે. તેનું તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવામા આવે અને તેમને સહાય ચુકવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ કરી હતી. કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસામાં ખેતીપાક તથા ખેતરોમાં મોટાપાયે નુકસાન થાય છે. છતાં ખેડુતોને નુકશાનીનું પુરતું વળતર ચુકવવામાં આવતું નથી. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ચેકડેમો ના બારા ખોલવામાં આવતા ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકાર દ્વારા ખેડુતોના ખેત પેદાશો તથા ખેતરોમાં થયેલા નુકશાનીનું સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
કેશોદ તાલુકાના બાલાગામ તથા બામણાસા વિસ્તારમાં થયેલી નુકશાનીની સમીક્ષા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. જેમાં ખેડુતોને ખેત પેદાશો તથા ખેડુતોના ખેતરોમાં ધોવાણ સાથે મોટાપાયે નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ખેડુતોને થયેલી નુકશાનીનું ખેડુતોને વળતર ક્યારે ચુકવવામાં આવશે તે જોવાનું રહ્યું.
કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિની સમીક્ષા દરમિયાન જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ નંદાણીયા કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયા શહેર પ્રમુખ સમીરભાઈ પાંચાણી જૂનાગઢ જિલ્લા વિરોધપક્ષના નેતા હમીરભાઇ ધૂળા જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી રિધમભાઈ ગોસ્વામી જયદીપભાઈ શીલું તેમજ સરપંચો આગેવાનો ગ્રામજનો જોડાયાં હતાં
