રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલના શહેરામા ગણેશ મહોત્સવને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તોમા જોવા મળી રહયો હતો.ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી. નગર વિસ્તારમા ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ગણેશ રૂટ પર તેમજ તળવા ખાતે ગોઠવામાં આવ્યો હતો.તેમજ ગણપતિ બાપ્પા મોરિયા…. ના નાંદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ઢોલ – શરણાઈ ના સુર રેલાતા હતા. તો ક્યાંક ડી.જે .ના તાલે ગણેશ ભકતો ઝૂમી રહ્યા હતા. ગણેશ મંડળો એ પોલીસના સૂચનોનું પાલન કરીને ટૂંકા માર્ગે ગણેશ પ્રતિમા સાથે તળાવ ખાતે પહોંચી ગયા હતા. પાંચ દિવસની આરાધના બાદ ગણેશજીની વિદાય થઈ રહી હતી. અબીલ ગુલાલ ઉડતા ની સાથે જાણે ભક્તિ નો રંગ ઉડતો હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતુ. નગરના મુખ્ય તળાવમા નાની મોટી 50થી વધુ ગણેશ પ્રતિમાઓ નુ વિસર્જન કરાયુ હતુ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમા ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થઇ હતી.