રીપોર્ટ..ભૂપત સાંખટ.. અમરેલી
મધદરીયે બંધ પડેલી બોટના 8 માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, અને ગુજરાત સરકાર તથા ફિશરીઝ, બોટ એસોસિયશનના પ્રમુખ તથા કોળી સમાજના આગેવાન. કરગાણ ભાઈ બારૈયા, મનહર ભાઈ બારૈયા, કમલેશ ભાઈ બારૈયા, દ્વારા ખલાસીઓને સુરક્ષિત જાફરાબાદ કિનારે પહોંચાડવામાં આવ્યા. હાલ પવનના કારણે અને અતિ વરસાદના કારણે ફીશીંગમા ગયેલી બોટો ને બોટ,એસોસિયન ના પ્રમુખ હમીરભાઈ સોલંકી અને ફિશરીશ વિભાગ દ્વારા પરત બોલાવાઇ હતી. બોટોને કાઠે લગાળી દેવામાં આવી છે. જેમાં ૧ બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી.
મધદરીયે બંધ પડેલી બોટનું નામ છે 1,શિવ શક્તિ તેમાં સાત ૮ માછીમારો ફસાયા હતાં. તેમને જાફરાબાદ લાવવામાં આવ્યા છે. શિવ શક્તિ બોટ જાફરાબાદ થી 60 થી 70 માઈલ દૂર તેનું એન્જિન બંધ પડી જવાથી દરીયામાં ફસાયેલા હતા.અત્યારે દરિયામાં વધારે કરંટ જોવા મળતા અને વરસાદી વાતાવરણ પણ વધારે હતું. માટે કોઈ રીતે બોટમાં વાયલેસ પણ લાગતો નથી. બોટ નો કોઈ સંપર્ક થતો ન હતો ત્યારે માછીમારો દ્વારા જાણવા મળ્યું ત્યારે આ પરિસ્થિતિમા જાફરાબાદના ફિશરમેનો તેમજ પ્રમુખ દ્વારા જાણ કરતા નેવી દ્વારા તેમને પરત લાવવા મા આવ્યા.અને આગેવાનો દ્વારા ગુજરાત સરકાર તથા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નો આભાર માન્યો.