રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
કોરોના વાઈરસ ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર દેશમાં આ વાઈરસના કેસો વધતા જાય છે. સમીર ગામે પણ કોરોના પોઝિટિવનો ૧ કેસ નોંધાયેલ છે. આ વાઈરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ, ગીર સોમનાથ દ્વારા પત્ર જાહેરનામું બહાર પાડી, સીમર ગ્રામ પંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલ વિસ્તાર કોન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ હોવાથી સીમર ગામમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ તમામ પ્રકારની દુકાનો, ધંધાઓ, શાકમાર્કેટ, મચ્છી માર્કેટ તથા અનાજ કરીયાણા સહિતની બધી જ દુકાનો બંધ રાખવાની રહેશે. અતિ આવશ્યક ચીજવસ્તુઓમાં ફકત દુધની દુકાનો તથા મેડીકલની દુકાનો જ ખુલ્લી રાખવાની રહેશે.