રિપોર્ટર… પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા નગરમાં બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર છે. જેને લઇને પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહયા હતા. ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી એ ગણેશ મંડળના
આયોજકોને આ પ્રસંગે દરેક ગણેશ મંડળો એ ટૂંકા માર્ગે તળાવ ખાતે પ્રતિમાનું વિસર્જન કરવાનું રહેશે. તે દરમિયાન કોરોના ગાઇડ લાઈન નુ ચુસ્તપણે પાલન કરવા સહિત 15થી વધુ લોકો હોવા જોઈએ નહી જો આ દરમિયાન આ કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન થશે
તો પોલીસ દ્વારા કાયદેસરની કરવામાં આવશે. તે સહિત અનેક જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગણેશ મંડળના મહેશભાઈ હરિજન ,, મેહુલ વાળંદ, , યુગલ સોની, ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ, સહિત વિવિધ ગણેશ મંડળના આયોજકો સહિત મુસ્લિમ સમાજના અગ્રણી ઈમરાન ભાઈ પઠાણ પણ ઉપસ્થિત રહયા હતા.બુધવારને આજે દુંદાળાદેવની ઢોલ નગારા ડીજેના તાલ અને સુર સંગીત તથા અબીલ ગુલાલની છોળો સાથે ધામધૂમથી ભવ્ય સવારી નીકળશે. ત્યારે ગણપતિ બાપ્પા મોરિયાના નાંદ સાથે વાતાવરણ ગુંજી ઉઠશે તંત્ર દ્વારા પણ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ગણેશ રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.નગરપાલિકા ના સેનેટરી ઇસ્પેક્ટર જીતેન્દ્ર રાઠોડ એ જણાવ્યું હતું કે નગરના મુખ્ય તળાવના આવળા પર એક હોજ જેવુ બનાવેલું છે.તેમાં નાની મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા બે તરાપા સહિત તરવૈયાઓની ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. જવાબદાર તંત્રના અધિકારીઓ એ પણ તળાવ ખાતે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યુ હતુ. ગણેશ વિસર્જનની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી.પાંચ દિવસ સુધી દુંદાળાદેવની આરાધના કર્યા બાદ ભાવિકો દ્વારા ગણપતિને ભાવભેર વિદાય આપવામાં આવશે.